These are classic gujarati jokes to laugh about
પિતાઃ બેટા તારા શિક્ષિકા બેને મારા પર કાગળ લખ્યો છે, એમાં તારી સામે ફરિયાદ છે.
પુત્રઃ પપ્પા, મારી સામે ફરિયાદ કેવી રીતે હોય? બે મહિનાથી હું નિશાળે જ નથી ગયો!
શિક્ષકઃ બોલ મનુ, દુધને સમતોલ આહાર શા માટે કહેવાય છે?
મનુઃ સર, અડધું પાણી ને અડધું દુધ હોય છે માટે!!!!!!
સંગીત શિક્ષકઃ બાળકો મને સંગીતમાં ખુબ જ રસ છે અને મારી નસનસમાં સંગીત ભરેલું છે.
મનુઃ હા સર, તમે રાત્રે સુઇ જાઓ છો ત્યારે બધુ સંગીત નસકોરા દ્વારા પ્રગટ થાય છે.
બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : 'જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો'
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : 'હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.'
*********
'આપને હું દર મહિને ડૉક્ટર પાસે જતા જોઉં છું. દવાઓ પણ ખાસ્સી લાવો છો. આપને શી તકલીફ છે ?'
'તકલીફ તો કશી જ નથી. પણ વાત જાણે એમ છે કે એ ડૉકટર મારો ભાડવાત છે. એ ભાડું ચૂકવતો નથી, એટલે મારી રીતે હું વસૂલ કરું છું.'
*********
યુદ્ધમાં દીકરો ગુમાવનાર પિતાને આશ્વાસન આપવાના ઈરાદાથી તેમની પાડોશી વૃદ્ધા ગઈ અને પૂછ્યું : 'ગોળી ક્યાં વાગેલી ?'
'બરાબર કપાળની વચ્ચે જ.' છોકરાના પિતાએ કહ્યું : 'ઈશ્વરનો ઉપકાર માનો કે આંખ તો બચી ગઈ.' વૃદ્ધાએ આશ્વાસન આપતાં કહ્યું
છગન : 'મારો કૂતરો મારા જેટલો જ સમજદાર છે !'
મગન : 'કોઈને કહેતા નહિ ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય તો તકલીફ પડશે.'
પુત્ર : 'પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.'
ડોક્ટર પિતા : 'બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.'
મગન : 'ડૉક્ટર, રોજ હું 100 રૂ. ની દવા લઉં છું પણ કશો ફાયદો નથી થતો.
ડૉક્ટર : 'મગનભાઈ ! રોજ 50 રૂ.ની દવા લેવાનું રાખો. રૂ. 50 નો ચોખ્ખો ફાયદો થશે ને ?!
2010નો અલ્ટ્રામોર્ડન
ભિખારી : 'એ માઈ થોડા ખાના દે દે, કુછ ખાયા નહીં હૈ…'
સ્ત્રી : 'અભી બનાયા હી નહીં હૈ, ક્યા દૂં મેરા સર ?'
ભિખારી : 'ગરમ ના હો માઈ ? ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના…..'
ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?'
'ઘણું જાણું છું.'
'કઈ રીતે ?'
'એકની સાથે હું પરણ્યો છું.'
*********
'તમારી પાસે એક સુંદર મુલાયમ કાગડો હોય તો એનું નામ શું રાખશો ?'
'માયક્રોસોફટ' (My Crow Soft)
*********
કાકા : 'અભિનંદન ! આજે તમારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.'
ભત્રીજો : 'પણ, મારાં લગ્ન તો આવતી કાલે છે !'
કાકા : 'મને ખબર છે ! એટલે તો આજે અભિનંદન આપું છું.'
*********
મૂરખ માણસ સ્ત્રીને : 'ચૂપ'
શાણો માણસ સ્ત્રીને : 'તારા હોઠ બંધ હોય ત્યારે તું ખૂબ સુંદર લાગે છે.'
*********
નાનકડી છોકરીએ લગ્નમાં મમ્મીને પૂછ્યું :
'મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે ?'
મમ્મી : 'સફેદ ખુશી આપનારો રંગ છે અને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.'
છોકરી : 'તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે ?'
*********
સતીશ : 'તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે ?'
વિવેક : 'હા, મારાં લગ્ન વખતે અભિનંદનનો વરસાદ વરસ્યો હતો !'
*********
એક દુકાન પર બોર્ડ હતું : 'અહીં તમામ ભાષાઓમાં ઝેરોક્સ કરી આપવામાં આવશે.'
*********
મગને એની ગર્લફેન્ડને ધીમેકથી કહ્યું : 'I love you !'
પેલીએ વડચકું ભર્યું : 'જરા જોરથી બોલો !'
મગન : 'જય માતા દી…'
*********
શિક્ષક : વિદેશપ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ ?
મગન : સીતા માતા.
*********
ક્રિકેટરની પત્ની : 'હેલો, હું મિસિસ ગાંગુલી વાત કરું છું !'
કોચ : 'એ હમણાં જ બેટિંગમાં ગયો છે.'
મિસિસ ગાંગુલી : 'વાંધો નહિ, હું હોલ્ડ કરું છું.'
*********
જાસૂસ ખાતામાં છગન ઈન્ટરવ્યૂ આપવા આવ્યો :
મેનેજર : 'ગાંધીજીને કોણે માર્યા ?'
સંતાસિંહ : 'મને નોકરીમાં રાખવા બદલ આભાર. સર ! બે દિવસમાં જ શોધી કાઢીશ.'
*********
પૂરબસિંહ સતત બે દિવસ સુધી મોં ખુલ્લું રાખી ટયુબલાઈટ નીચે ઊભો રહ્યો.
પત્નીએ પૂછ્યું : 'આ શું માંડ્યું છે ?'
પૂરબસિંહ : 'ડૉક્ટરે કહ્યું છે બે દિવસ માત્ર લાઈટ ખોરાક લેવો.'
*********
શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ?
નોકર : મારાં લગ્ન છે.
શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ?
નોકર : તમારી દીકરી.
*********
દર્દી : ડૉક્ટર સાહેબ, મારી સમસ્યા એ છે કે હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છું.
ડોક્ટર : પણ એવું ક્યારથી થાય છે ?
દર્દી : જ્યારથી મેં આ દુનિયા બનાવી ત્યારથી.